વાંસદા

વાંસદા તાલુકો એ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. સરકારે લોકોનાં આરોગ્ય માટે મા અમૃતમ યોજના ઉત્કર્ષ કરેલ છે. જેનો લાભ પરિવારના પાંચ સભ્યોને આપવામાં આવે છે. માં અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડ એટલે ગરીબ પરિસ્થિતિ અને જેને આર્થીક પરિસ્થિતિ સારી નહોય તેવા લોકોને જટિલ રોગોની સારવાર મફત માં થઇ શકે છે પરંતુ ધણા સમયથી વાંસદા તાલુકા હેલ્થ ઓફિસનો અંધેર નગરી ને ગંડુ રાજા જેવો વહિવટ ચાલતો હોવાનો ઘાટ સર્જાયો છે. વાંસદ તાલુકા હેલ્થમાં ઓપરેટરનો અભાવ તંત્ર પાપે” ત્રણ-ત્રણ દિવસ ધક્કા ખાઈ ને અંતે ગરીબ આદિવાસી પ્રજાએ “મા અમૃતમ કાર્ડ બનાવવા પરિવાર સહિત ચીખલી સુધી ધક્કા ખાવા પડે છે. તંત્રની આવી આંધળી વહીવટનો સીધો ભોગ ગરીબ આદિવાસી પ્રજા ભોગવી રહી છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. મહામારીમાં પણ આરોગ્ય દર વખતે ઉંઘતું ઝડપાઇ રહ્યું છે આ બનાવો થી સ્પષ્ટ થાય છે કે, ગરીબ મધ્યમવર્ગીયો માટે આશીર્વાદ રૂપ યોજના યોજના છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબી આદિવાસી પ્રજા માટે સરકારની યોજના ખાડે ગઈ છે. વારંવાર બનાવો બન્યા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. આવા બનાવો બહાર આવ્યા બાદ પગલા લેવાની અને તપાસ કરવાના ઠાલા વચનો આપવામાં આવે છે, પણ કોઈ પગલા લેવાતા નથી. જેમાં આરોગ્ય વિભાગના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતુ નથી સંકટ સમયે આરોગ્ય તંત્ર પોતાનો લુલો બચાવ કરતું હોય તેમ ગલ્લાતલ્લા કરી આ બાબતે મને કશું ખબર નથી તેમ પોતાનો બચાવ કરતું આવ્યું છે.તંત્ર દ્રારા મા અમૃતમ કાર્ડ બનાવતા પાર્ટ ટાઇમ ઓપરેટરને પૂરતું ભથ્થુ ન મળવાથી તદ્‌ ઉપરાંત મલ્ટિપલ કામ કરવાનું ભારણ આવતું હોઈ ઓપરેટરે છોડીને જતા રહ્યા હોવાની રાવ આવેલ છે.

ઓપરેટરના અભાવનો ભોગ ગરીબ લોકો બને છે ઃ જશવંત પટેલ

એડવોકેટ જશવંતભાઇ પટેલે કહ્યું કે ગરીબી મધ્યમવર્ગના લોકો માટે માં અમૃતમ યોજના કલ્યાણકારી યોજના છે.આ યોજનાથી આશ્રીતો પાંચ લાખ સુધી કેશલેશ લાભ એટલે કે ખિસ્સામાંથી પૈસા આપ્યા વગર શહેર તથા રાજ્યભરમાં માન્યતા પ્રાપ્ત નેટવર્ક હોસ્પીટલોમાં સારવાર મેળવી શકશે.વાંસદા તાલુકામાં જ તથા દરેક ગ્રા.પં મા અમૃતમ કાર્ડ વહેલી તકે બનાવાના ફરી શરૂ થાય અને આ યોજના માં કોરોના મહામારી માં પણ લાભ મળે વાંસદા તાલુકામાં જ મા’ અમૃતમ કાર્ડ વહેલી તકે બનાવાના ફરી શરૂ થાય એવી અપીલ કરી હતી.