પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ
15, ફેબ્રુઆરી 2021

વલસાડ, એક તરફ જતા યુવાધન ફરજિયાત સંસ્કૃતિને રવાડે ચડી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખતા ભારત માટે ૧૪ ફેબ્રુઆરી એટલે કાળો દિવસ બની રહ્યો હતો ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના ૨૦થી વધુ જવાનોના મોત થયા હતા જમી યાદમાં આજે હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે પારડી ખાતે પુલવામાં શહીદ થયેલા શહીદો ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવા વાહિની ના યુવા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાપાડી ઓવરબ્રિજ નીચે આજે હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે પુલવામા શહીદ થયેલા સૈન્યના જવાનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ માટે પોતાની જાન ન્યોછાવર કરનારા શહીદો ની તસ્વીર આગળ મીણબત્તી સળગાવી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વર્તમાન સમયમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડીને યુવાનો વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યા છે ત્યારે ભારત માટે ૧૪મી ફેબ્રુઆરીનો દિવસ કાળો દિવસ તરીકે યુવાને ઉજવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution