દિવ્યાંગ બાળકોને ટ્રાઇસિકલ તથા રાશનકિટ વિતરણ કરવામાં આવી
12, ઓક્ટોબર 2020

તારાપુર : આજરોજ તારાપુરના મોરજ ગામે આવેલ એલ.ડી.પટેલ વિદ્યાવિહારમાં લાભાર્થી દિવ્યાંગ બાળકને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ તરફથી ટ્રાઈસિકલ વિતરણ કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ અમદાવાદ આવકારને દાતા નૂતન કૃષ્ણકુમાર વીજ દ્વારા એક ટ્રાઈસિકલ ભેટ કરવામાં આવી હતી. સાથે સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાશન કિટ પણ આપવામાં આવેલ, જે રાશન કિટ અને ટ્રાઈસિકલ માટે શાળાના દિવ્યાંગ બાળકોના શિક્ષક મિત્તલભાઈના અથાગ પ્રયત્નોથી અને લાયન્સ ક્લબ અમદાવાદના સહયોગથી આજે વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું ધ્યાન રાખીને ક્લબના પ્રમુખ શિલ્પાબેન પંડ્યા, હિનાબેન સહિત શાળાના આચાર્ય મયુરભાઈ વ્યાસ, ભૂતપૂર્વ આચાર્ય એમ.એમ.પટેલ તેમજ શાળાના મંત્રી કિરીટભાઈ અને બીઆરસી રાહુલભાઇએ હાજરી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution