ટીવીની પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક એકતા કપૂર મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેની નવી વેબ સિરીઝ ‘ટ્રિપલ એક્સ -૨’ તેના માટે મુશ્કેલીઓનું મૂળ બની રહી છે. હકીકતમાં ગુરુગ્રામના પાલમ વિહાર પોલીસ સ્ટેશનમાં ‘ટ્રિપલ એક્સ -૨’ અંગે કેટલાક ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ દ્વારા ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે, ‘ટ્રિપલ એક્સ -૨’ સૈન્યના જવાનોના જીવન પર આધારિત છે અને આ વેબ સિરીઝ પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. એક વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર, શહીદ કલ્યાણ ફાઉન્ડેશન ના અધ્યક્ષ મેજર ટી.સી. રાવે કહ્યુ કે સૈન્યના જવાન દેશ માટે પોતાનો જીવનું બલિદાન આપે છે. પરંતુ આ વેબ સિરીઝના નિર્માતા અને દિગ્દર્શક તે બતાવવામાં આવે છે કે જ્યારે સૈન્યના જવાનો સરહદો પર સેવા આપે છે, ત્યારે તેમની પત્નીઓ ઘરે અન્ય પુરુષો સાથે સંબંધ બનાવે છે. તેમણે વધુમાં કÌšં કે, ‘આ અત્યંત વાંધાજનક છે અને તે આપણા સશસ્ત્ર દળોનું મનોબળ નબળું પાડી શકે છે. ‘ટ્રિપલ એક્સ -૨’ માં એવા દ્રશ્યો પણ છે, જેમાં લશ્કરી પુરુષોના ગણવેશમાં અશોકની પ્રતિમા અને તાજનું પ્રતીક ફાટેલું છે. આ આપણા સશસ્ત્ર દળો અને લશ્કરી જવાનોનું અપમાન છે. તે જ સમયે, શહીદ કલ્યાણ ફાઉન્ડેશનના અન્ય સભ્ય, મેજર એસ.એન. રાવે કહ્યુ, ‘હરિયાણા જેવા રાજ્યમાં ૩.૭૦ લાખથી વધુ સૈન્ય જવાનોની રજૂઆત છે. આ તેમનું અને આપણા જેવા પૂર્વ સૈનિકોનું અપમાન છે. જા એકતા કપૂર વેબ સિરીઝમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર નહીં કરે, તો અમે અમારા આંદોલનને વધુ તીવ્ર બનાવીશું. પાલમ વિહાર પોલીસ સ્ટેશનના એસએચઓ રાજેન્દ્ર કુમારે આ અંગે ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે અને કહ્યુ છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા, ટીવીના સૌથી વિવાદિત શો ‘બિગ બોસ ૧૩’ના પૂર્વ સ્પર્ધક વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉએ તાજેતરમાં એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી. હતી.