સમગ્ર દેશની સાથે સાથે સૌરાષ્ટ્રભરના તીર્થસ્થાનો, પર્યટન સ્થળો તિરંગાના રંગે રંગાઈ ગયા છે. ત્યારે કચ્છના ઐતિહાસિક કાળા ડુંગર પર વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. લાંબી આ તિરંગા યાત્રામાં અનેક લોકો જાેડાયા હતા. એમ લાગતું હતું કે, કચ્છનો આ ડુંગર જાણે તિરંગાથી સજી ઉઠ્યો છે. બીજી તરફ દ્વાદશ જ્યોર્તિલિંગનું એક સોમનાથ તીર્થ સ્થાન પણ તિરંગામાં ફેરવાઈ ગયું છે. તિરંગાની લાઈટીંગ સાથે આ મંદિર શોભી ઉઠ્યું હતું. સોમનાથ મંદિરના પરિસરમાં તિરંગાના ત્રિપુંડ કપાળ ઉપર કરવામાં આવી રહ્યા હતા. સોમનાથના દર્શને આવી રહેલા હજારો યાત્રાળુઓ પણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. સોમનાથનો નજારો અકલ્પનીય અને અદુભુત હતો.