17, ઓગ્સ્ટ 2020
માંજલપુર વિસ્તારના દીપ ચેમ્બર પાસે આવેલી પ્રયોસા સોસાયટીમાં રહેતા નિવૃત પી.આઇ. રાજેન્દ્રસિંહ નાનાબા સરવૈયા(ઉં.વ.૭૦) આજે સવારે પોતાના ફાર્મહાઉસમાં જવા નીકળ્યા હતા. જ્યાં ધનિયાવીથી મકરપુરા જવાના રોડ પર જાંબુવા નદીના ધસમસતા પાણી તેઓ કાર સાથે તણાયા હતા. જેથી તેઓ કારમાંથી નીકળીને કારની ઉપર બેસી ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી જેથી લોકોએ તેમને બચાવવાના પ્રયાસ શરૂ કર્યાં હતા અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે નિવૃત પી.આઇ.ને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.
ક્યાં ક્યાં ઝાડ પડ્યાં?
• વારસિયા ભાથુજી મહારાજના મંદિર પાસે વીજવાયર પર
• મકરપુરા જીઆઇડીસીમાં શંકર ભગવાનના મંદિર પાસે
• મકરપુરા જીઆઇડીસીમાં રોડ પર
• હાથીખાના-ભૂતડીઝાંપા રોડ ખાતેના કાચા મકાન પર
• ઓ.પી.રોડ ખાતેના ટાગોરનગર પાસે ગાડી પર
• માંજલપુરની દરબાદ ચોકડી પાસે મેઈન રોડ પર
• મકરપુરાના સુસેન સર્કલ પાસે એસઆરપી ગ્રુપ ૯ ના ગેટ પાસે
• મેટ્રો હોસ્પિટલ પાસે મેઈન રોડ પર
• અલકાપુરી સ્થિત વેલકમ હોટલની ગલીમાં
• માંજલપુરના અવધૂત ફાટક પાસેની અમીનપાર્ક સોસા.માં
• સમતા પોલીસ ચોકી પાસેની બાલાજી સોસાયટીના ગેટ બહાર
• નટુભાઈ સર્કલ પાસેના શિવનેરી એપાર્ટમેન્ટની ગલીમાં