ફતેપુરા ફતેપુરા તાલુકો રાજસ્થાની સરહદને અડીને આવેલો છે ફતેપુરા નગરમાં મોટાભાગના લોકો વેપાર અર્થે આવતા હોય છે ત્યારે પૈસાની લેવડદેવડ કરવા માટે / આપ-લે કરવા માટે ફતેપુરા નગરમાં બેંક.ઓફ.બરોડા તેમ જ ભારતીય સ્ટેટ બેન્ક આવેલી છે પરંતુ આ બંને બેંકોના એટીએમ ના હોવાના કારણે ગ્રાહકોને બેંકોમાં લાંબી કતારમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે પૈસાનો લેવડદેવડ સરળતાથી થાય તે માટે ફતેપુરા નગરમાં બંને બેંકોના એટીએમ કાર્યરત થાય તેવી લોકમાંગ ઉઠી છે જાે બંને બેંકોના એટીએમ કાર્યરત થાય તો બેંકોમાં લાંબી કતારમાં ઉભા રહેવાનો તેમજ સમયનો વેડફાટ ન થાય તેમ છે તો આ બંને બેંકોના એટીએમ વહેલી તકે ચાલુ થાય બેંકોના ખાતેદારોને સરળતાથી લેવડદેવડ થાય તેમજ બહારગામથી આવતા લોકો તેમજ રાજસ્થાન ની સરહદ પારથી આવતા લોકો નગરમાં વેપાર અર્થે આવતા હોય છે માટે એટીએમની તાતી જરૂર હોવાના કારણે તાત્કાલિક એટીએમ ચાલુ થાય તેવી લોકમાંગ ઉઠી છે ફતેપુરા તાલુકો હોવા છતાં પણ લોકોને એટીએમ માટે ફાંફા મારવા પડે છે