વઢવાણ, સુરેન્દ્રનગર શહેરના જાગૃત નાગરિક અશોકભાઈ પારેખ દ્વારા શહેરના પતરાવાળી ચોક વિસ્તારમાં બોર્ડ મૂકવામાં આવ્યા હતા જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે પરંતુ વિકાસ ને તે પ્રકારે વેગ મળવો જાેઇએ તે પ્રકારે મળી રહ્યો નથી અને સંચાલન તથા વહીવટ ના કારણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં લાકડાં ખૂટી પડ્યા છે અને ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ પણ બંધ હાલતમાં છે ત્યારે જીવતેજીવ તો શાંતિ નથી પરંતુ મળ્યા બાદ પણ શાંતિ ન હોવાનું બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ મામલે શહેરી વિસ્તારના લોકો દ્વારા અનેક પ્રકારે રજૂઆત કરવામાં પણ આવી હોવા છતાં પણ ઈલેક્ટ્રીક ભઠ્ઠી છેલ્લા અનેક વર્ષોથી બંધ હાલતમાં છે સ્મશાનમાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લાકડાનો પણ અભાવ જાેવા મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું તેવા સંજાેગોમાં સ્થાનિક આગેવાનો દ્વારા બોર્ડ પણ મૂકવામાં આવ્યા હોવાના કારણે સમગ્ર મામલે પડઘા પડવા પામ્યા હતા.

અને સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇને આ બાબતની જાણકારી તથાને આ બાબતની જાણકારી થતા તાત્કાલિક ધોરણે શહેરના મુખ્ય સમશાનમાં એક સાથે ૫૦૦ મણ લાકડાં નો જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો હતો. અને સ્મશાનમાં આવતા ડાઘુ અને કોઈ જાતની વ્યવસ્થા ઊભી ન થાય તેવા પ્રકારના આદેશો કર્મચારીઓને આપવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર શહેર ના મુખ્ય સમશાન ખાતે આવર નવાર ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી આવર નવાર બંધ થતી હોવાના કારણે અનેક વખત લોકોને સમસ્યાઓ નો સામનો કરવો પડી રહો છે.ત્યારે આ મામલે વિચારણા કરી અને સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર ભાઈએ આ મામલે વિચારણા કરી અને ગેસ ભઠ્ઠી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે.અને કામગીરીની શરૂઆત પણ કરી નાખવામાં આવી છે.