વલસાડ, વલસાડ જિલ્લા ના આંતરિયાળ વિસ્તાર માં કાર્યરત અનેક ગ્રામ પંચાયતો માં તલાટીઓ ના દર્શન દુર્લભ થયા છે સપ્તાહ માં એકાદ વાર તલાટી ગ્રામપંચાયત પર દર્શન આપતો હોય છે તેમાંય સમય મર્યાદા માં કારભાર કરતો હોય છે. તલાટીઓ ની ગેરહાજરી ને કારણે ગામ ની પ્રજા એ વેઠવાનો વારો આવતો હોય છે પરંતુ તાલુકા કે જિલ્લા ના વહીવટી અધિકારીઓ પ્રજા ની હેરાનગતિ ને નજર અંદાજ કરી દેતા હોય છે. દરેક ગ્રામપંચાયત કચેરી ને સવારે ૧૦ઃ૩૦ થીસાંજે૫ઃ૩૦ સુધી કાર્યરત રાખવા સરકારી ફરમાન કરવા માં આવ્યું છે.પરંતુ અંતરિયાળ ગામો માં સરકારી ફરમાન માત્ર કાગળ પૂરતું જ હોય તેમ જણાય રહ્યું છે. સામાન્ય રીતે એક તલાટી એક જ ગામ માટે નિયુક્ત કરાય છે પરંતુ અંતરિયાળ વિસ્તારો ની ગ્રામપંચાયતો માં એક તલાટી ત્રણ ચાર ગામો ના કારભાર સાંભળતા હોવા થી દરેક ગ્રામપંચાયત પર નિયમિત ફરજ બજાવી શકતો નથી.તલાટી ની ઘટ હોવા થી ફરજ બજાવતા તલાટી ઓ ને સરકાર વધારે ગામો માં ઇન્ચાર્જ તલાટી તરીકે નિયુક્ત કરી કામગીરી કરાવે છે.ત્રણ ચાર ગામો ના વહીવટ નો કારભાર એક જ તલાટી ના હસ્તકે હોવાને કારણે તલાટી એ ગ્રામપંચાયતો પર ફરજ બજાવવા માટે સપ્તાહ દરમીયાન એક દિવસ નક્કી કરી તે દિવસે જ ત્યાં હજર રહેતો હોય છે તલાટી ની ગેરહાજરી ને કારણે સરપંચ પણ ગ્રામપંચાયત ને ખોલતા નથી ગામ ના વિકાસ નો મુખ્ય માધ્યમ હોવા થી તલાટી ભલે તેના મુકરર દીવસે આવતો હોય પરંતુ સરપંચે ગ્રામપંચાયત માં પ્રતિદિન સાફ સફાઈ કરાવી જાેઈએ.પરંતુ તલાટી ન આવતો હોવાને કારણે સરપંચો ગ્રામોનચાયત ને બંધ જ રાખે છે જેને કારણે પંચાયત પરિસર માં સાફસફાઈ થતી નથી અને ચોમેર ગંદકી થતા સ્વચ્છતાં અભિયાન ના ધજાગરા જાેવા મળે છે. ગ્રામપંચાયતોમાં થતી ઓડિટોમાં પણ સેટિંગકોમની સ્કીમ હેઠળ કામગીરી થતી હોવાની લોકોમાં બૂમ ઉઠી છે ઓડિટરો પ્રસાદી લઈ વિસ્તારની મોટી ગ્રામપંચાયતમાં બેસી ત્યાં જ અન્ય ગ્રામ પંચાયતોના તલાટી સરપંચને ચોપડા સાથે બોલાવી ત્યાં જ ચકાસણી કરી સેટિંગ ડોટકોમની સ્કીમ હેઠળ ઓડિટ પૂર્ણ કરી દેતા હોય છે !