બોડેલી, બોડેલી ના ચલામલી ગામે હાઈસ્કૂલ રોડ પર ગત વર્ષે બનાવવામાં આવેલ ગટર લાઇનમાં ભંગાણ થઇ ભુવો પડતા ગંદુ પાણી મુખ્ય રસ્તા પર વહેતા પાણી ની દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે. બોડેલી તાલુકાના ચલામલી ગામે હાઈસ્કૂલ રોડ પર ગત વર્ષે એટીવીટીની ગ્રાન્ટમાંથી બનાવેલ મોટા ભૂંગળાંની પાઇપલાઇનમાં ભંગાણ થઇ નાનો ભુવો પડી મુખ્ય રસ્તા પર દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી હાઈસ્કૂલ રોડ પર વહેતા રાહદારીઓ અને રહેવાસીઓ માટે માથાના દુખાવા સમાન બન્યું છે

 ગત વર્ષે બોડેલી એટીવીટી સભ્યએ ચલામલીના વિકાસ કાર્યમાં ૨ લાખથી વધુ રૂપિયાની ગટરલાઇનની ગ્રાન્ટ ફાળવી હતી આ કામમાં સરકારની ગાઇડલાઇન મુજબ કામગીરી કરવામાં આવી નથી ગટરલાઇન બનાવવામાં વેઠ ઉતારવામાં આવી છે તેવી વાત ગ્રામજનોમાં હાલ વહેતી થઇ છે ચલામલી બોડેલી તરફના મુખ્ય રસ્તા તરફ રહેણાંક વિસ્તારમાં નાનો ભુવો અને ભૂવામાંથી ગટરનું ગંદુ પાણી વહી દુર્ગંધ ફેલાવી રહ્યું છે. રાજ્યમાં એક તરફ કોરોના મહામારીના કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે ત્યારે પંચાયતની જવાબદારી બને છે કે રોગચાળો ન ફેલાય તેવા તમામ પરિબળોને દૂર કરી ગામમાં સ્વચ્છતા જાળવવામાં આવે.પરંતુ અહીં છેલ્લા કેટલાય દિવસથી વહેતા ગંદા પાણીની દુર્ગંધથી સ્થાનિકો, રાહદારીઓ તોબા પોકારી ઉઠ્‌યાં છે. લોકોને દુર્ગંધનો સામનો કરવાનો વારો આવ્યો છે.