જામનગર ખીજડીયા બાયપાસ પાસે ટ્રક પલટી ખાતાં ટ્રકચાલક અને ક્લિનરનાં ઘટના સ્થળે મોત
25, ઓક્ટોબર 2021

જામનગર, જામનગર નજીકનો ખીજડીયા બાયપાસ અકસ્માત પોઈન્ટ બની રહ્યો હોય તેમ છાસવારે અહીં અકસ્માતોની અને ખાસ કરીને કેમિકલ ભરેલ ટેન્કરો પલટી જવાની ઘટનાઓ સામે આવતી રહી છે. એવામાં રવિવારના રોજ ખીજડીયા બાયપાસ નજીક ટ્રક પલટી જતાં બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરથી સોડા ભરી હૈદરાબાદ તરફ જઈ રહેલ ટ્રક ખીજડીયા બાયપાસ નજીક પહોચતાં એકાએક રોડ નીચે ઉતરીને પલ્ટી મારી ગઈ હતી. જી જે ૩૭ ટી ૭૯૦૬ નંબરની ટ્રક એકાએક પલટી મારી રોડની નીચે ઉતરી ગઈ હતી. જેમાં બે યુવકોના ટ્રક નીચે દબાઈ જવાના કારણે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. સૂત્રો અનુસાર ટ્રકચાલક અને ક્લિનરના મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવને પગલે પંચકોશી એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ નજીક ટ્રક પલટી જતાં સર્જાયેલ અકસ્માતમાં ક્લિનર અને ચાલક બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા હતા. આજે વહેલી સવારે ચારેક વાગ્યે મીઠાપુરથી સોડા ભરી હૈદરાબાદ તરફ જતી ટ્રક એકાએક રોડ નીચે ઉતરી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. ચાલકને ઝોકું આવી જતાં આ ઘટના ઘટી હોવાનો અંદાજ લગાવી પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે મૃતકોના પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. જામનગરની નજીક ખીજડીયા બાયપાસ પાસે આજે તા. ૨૪ ઓક્ટોબરની વહેલી સવારે ચારેક વાગ્યા આસપાસ રાજકોટ તરફ જતી જી જે ૩૭ ટી ૭૯૦૬ નંબરની ટ્રક એકાએક પલટી મારી રોડની નીચે ઉતરી ગઈ હતી. જેમાં ટ્રકના ચાલક પ્રભાતસિંહ મેઘરાજસિંહ વાઘેલા ઉં.વ. ૪૦ અને ક્લિનર અસરફ ભીખુભાઈ મંગીયા ઉં.વ. ૩૫ બંને ટ્રક નીચે દબાઈ જતાં, બંનેના સ્થળ પર જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવના પગલે જામનગર ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોચી બચાવ કાર્ય શરુ કર્યું હતું. પરંતુ મદદ મળે તે પૂર્વે ચાલક અને ક્લિનરનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવના પગલે પંચકોશી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકચાલક અને ક્લિનર પણ દ્વારકા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકોના પરિવાર અને ટ્રક માલિકનો સંપર્ક કરી આગળની તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે મૃતકોના પરિવારમાં શોક છવાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution