અમદાવાદ-

કોરોનાકાળમાં લોકડાઉન બાદ લોકોના ધંધા-રોજગાર પર અસર પડી છે ત્યારે બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધ-ઘટ જોવા મળી રહી છે. એક તરફ ડિઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ટ્રાન્સપોર્ટરોમાં તેની સીધી અસર જોવા મળે છે. ગીર-સોમનાથ જિલ્લાના ટ્રક એસોસિયેશન દ્વારા ડિઝલના ભાવ વધારાથી થઇ રહેલા ટ્રક માલિકોના નુકસાનને લઇને ટ્રક ભાડા વધારાની માંગ સાથે આજથી હડતાળ ઉપર ઉતરવાનો નિર્ણય લીધો છે.

ટ્રક એસોસિયેશન દ્વારા જણાવામાં આવ્યું છે કે લોકડાઉન બાદ એક તરફ ટ્રક માલિકોની પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે બીજી તરફ ડિઝલની કિંમતમાં વધારાના કારણે હાલત કફોડી બની જોવા મળી રહી છે. ત્યારે આજથી 122 જેટલા ટ્રક માલિકો આ એસોસિયેશન દ્વારા જાહેર કરાયેલી હડતાલમાં જોડાશે. ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના પગલે લોકડાઉન બાદ લોકોના ધંધા-રોજગાર પર તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ગીર-સોમનાથમાં ટ્રક એસોસિયેશન દ્વારા ટ્રક ભાડા વધારાની માંગ સાથે હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે.