આજે ઘરે ટ્રાય કરો બ્રેડના ગુલાબ જાંબુ, જાણી લો રેસીપી
27, જુન 2020

આજે ઘરે ટ્રાય કરો બ્રેડના ગુલાબ જાંબુ, જાણી લો રેસીપી

સામગ્રી:1 પેકેટ બ્રેડ,200 ગ્રામ માવો,,500 ગ્રામ ખાંડ,ઘી, દૂધ,,એલચી, ગુલાબજણ,પીળો રંગ, પતાસું.

બનાવાની રીત:

પહેલાં બ્રેડની સ્લાઈસની લાલ કિનાર કાઢી નાખો, તેને દૂધમાં પલાળી, તરત કાઢી લેવી. તેમાંથી દબાવી, દૂધ કાઢી લેવું. પછી તેને ગ્રાઈન્ડરમાં વાટી, લોચો બનાવવો. તેમાં માવો નાંખી, બરાબર મિક્સ કરી, તેનાં જાંબુ બનાવવાં.જાંબુ બનાવતી વખતે તેમાં વચ્ચે એલચીના દાણા અને પતાસાની નાની કટકી મૂકવી. પછી ઘીમાં તલી લેવા.એક તપેલીમાં ખાંડ, લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. તેમાં દૂધ નાંખી, મેલ કાઢવો. તેમાં પીળો રંગ નાંખી, ચાસણી એકતારી થાય એટલે તેમાં ગુલાબજાંબુ નાંખવાં.થોડી વાર ઉકાળી, ઉતારી લેવા. 2 ચમચા ગુલાબજળ નાંખી, ત્રણ-ચાર કલાક ઠરવા દેવા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution