ગણદેવીના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ૧૪ નબીરા ઝડપાયા
11, જુલાઈ 2020

રાનકુવા,તા.૧૦  

ગણદેવી કસ્બાવાડી ફાટક નજીક ફાર્મ હાઉસમાં સંગીતના સથવારે ગુરુવારે દારૂની મહેફિલ માણતા સુરત ના ૧૪ નબીરા ના રંગમાં ભંગ પાડી તમામને રંગેહાથ ઝડપી પાડયા જોકે પોલીસને જોઈને આ નબીરાઓએ નાસભાગ તો કરી હતી પરંતુ ભાગી છૂટવામાં સફળ રહ્યા ન હતા.

ગણદેવીના કસ્બાવાડી ફાટક ફળિયા નજીક મંજુલાબેન નવીનભાઈ પટેલ રહે. ભાઠા, ભાટપોર સુરત ની વાડીમાં ગુરુવાર સાંજે કેટલાક યુવાનો સંગીતની મોજ સાથે વિદેશી દારૂની મહેફિલ માણતા હતા જે અંગે ની બાતમી મળતાં ગણદેવી પોલીસ મથકના પી.એસ.આઇ કે.કે. સુરતી પોલીસે છાપો માર્યો હતો. પોલીસને જોઇને નાસભાગ સાથે રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસેે વહીસ્કી, ટીનબિયર, સોડા, પાણી મ્યુઝિક સિસ્ટમ, ૧૮ મોબાઇલ, ૪ લક્ઝુરિયસ કાર મળીને રૂ.૧૨.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓમાં નિમેષ કુમાર ઈશ્વરલાલ પટેલ(૩૫), પ્રવીણ રમેશ પટેલ(૨૭) વિવેક પ્રવીણભાઈ પટેલ(૩૦) કલ્પેશભાઈ મગન પટેલ(૩૫), વિપુલ પટેલ (૩૧), ધવલ પટેલ(૩૭), હિતેશ બાલુભાઇ પટેલ (૪૨), રાકેશભાઈ પટેલ(૩૪), સંજયભાઈ પટેલ(૩૪), કેતન પટેલ (૩૮), તમામ રહે. તલંગપુર બાપુનગર ફળિયા તા. ચોર્યાસી જિ. સુરત. કિશન નરેશભાઈ પટેલ(૨૮) રહે. પટેલ નગર ઉધના સુરત. દિનેશ સુમનભાઈ પટેલ(૩૭) રહે. જીઆવ ગામ સુરત. ધર્મેશ નગીનભાઈ પટેલ (૪૧) રહે. દીપલી ગામ સચિન મગદલ્લા રોડ સુરત સુનિલ વલ્લભભાઈ પટેલ(૪૧) રહે. જીઆવ ગામ તા. ચોર્યાસી જિ. સુરત.નો સમાવેશ થાય છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution