રાજપીપળા,  રાજપીપળાના સામ્રાજ્ય કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનમાં ગુરુવારે વહેલી સવારે ચોરી થતા વેપારીઓમાં ફફડાટ મચ્યો હતો.નર્મદા એલસીબી પીઆઈ એ.એમ.પટેલ તથા એલસીબી સ્ટાફને એ ચોરી કસ્બાવાડ ખાતે રહેતા જુનેદ સલીમ મન્સુરી તથા અરબાદ સકીલ મન્સુરીએ ચોરી કરેલ હોવાની ચોક્કસ બાતમી મળી હતી.બાદ પોલીસે બન્નેવ આરોપીઓને રાજપીપળા ખાતેથી ઝડપી સ્ટાફ સઘન પૂછપરછ હાથ ધરી હતી.અંતે તેમણે આ ચોરી કરેલાની કબુલાત કરી હતી.નર્મદા એલસીબી પોલીસને ચોરી થયેલા ૧૨,૯૮૦ રૂપિયા એમના જ ઘરમાંથી મળી આવ્યા હતા.એ રકમ રિકવર કરી બન્નેવ અરોપીને રાજપીપળા પોલીસ મથકમાં સોંપ્યા હતા.આમ નર્મદા એલસીબી ટીમને ગુનો શોધવામાં સફળતા મળી હતી.આ ચોરીની ઘટના બાદ ગણતરીના કલાકોમાં આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લીધા હતા. રાજપીપળામાં ચોરીના કેસો વધતાં ચાલ્યા છે. પોલીસ ચોરીના કેસ ઉકેલવા માટે સતર્ક છે. સામ્રાજ્ય કોમ્પ્લેક્સમાં થયેલી ચોરીના કેસમાં બે આરોપી ઝડપાયાં વેપારીઓમાં ફફડાટ થયો હતો.