04, ડિસેમ્બર 2020
દેવગઢ બારિયા, દાહોદના એક વેપારીની હત્યા ગુનામાં આજીવન કેદની સજા દરમિયાન પેરોલ પર છુટયા બાદ પેરોલ જમ્પ કરી મધ્યપ્રદેશના રતલામ ખાતે અલગ અલગ નામ રાખી રહેતો દાહોદ તાલુકાના ખરેડી ગામનો સાઇકો કિલર દિલીપભાઈ દેવળ અને તેની ટોળકીએ ગત તારીખ ૨૫મી નવેમ્બર રતલામના રાજીવ નગરમાં એક મકાનમાં ઘુસી જઇ મકાન માલિક તેની પત્ની તથા દીકરીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દાગીના તથા રોકડની લૂંટ કરી પોતાના કામને અંજામ આપી ફરાર થઈ જતા હરકતમાં આવેલ રતલામ પોલીસે આ ત્રિપલ મર્ડર વિથ લૂંટના ગુનાના આરોપીઓને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી છે. તેવા સમયે સદર ત્રિપલ મર્ડર વિથ લૂંટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને જેસાવાડા પોલીસે પોતાને મળેલ બાતમીના આધારે અભલોડ ગામે કોમ્બીંગ હાથ ધરી ઝડપી પાડી રતલામ પોલીસને સુપરત કર્યાનું જાણવા મળ્યું છે.