વડોદરા, તા.૧૯ 

વર્ષ ૨૦૦૨માં રાયોટીંગ તથા તોડફોડ તથા આગચંપી જેવા ગંભીર ગુનામાં સામેલ એવા બે આરોપી છેલ્લા ૧૯ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા હતાં. આ બંને આરોપી રાવપુરા પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે દબોચી લેવામાં આવ્યા હતાં.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ગુનાખોરી, પ્રવૃત્તિમાં સામેલ અને નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહ દ્વારા પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે એસીપી મેઘા તેવારે તેમના તાબા હેઠળ આવતાં પોલીસ મથકના પોલીસ અધિકારીને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સુચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે નવાપુરા અને રાવપુરા પોલીસ મથકની ખાસ ટીમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે અભિયાન

હાથ ધર્યું હતું.

રાવપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમંત તુકારામને વર્ષ ૨૦૦૨ના રાયોટીંગ, આગચંપી, તોડફોડ, હુમલો સહિતના ગુનામાં સામેલ નાસતા ફરતાં બે આરોપીની ચોક્કસ બાતમી મળી હતી જે બનાવના આધારે રાવપુરા પોલીસે છેલ્લા ૧૯ વર્ષથી નાસતા ફરતા આરોપી શાહનવાઝ ઉર્ફે સાનુ અબ્દુલ વહીદ શેખ (ઉ.૩૮) રહેવાસી શહાઉદ્દીન ફ્લેટ, ગવમેન્ટ ક્વાટર્સ સામે સલાટવાડા તથા તોસીફ નવાઝ ઉર્ફે નવાબ અબ્દુલ વહીદ શેખ (ઉ.૩૪) રહેવાસી તાંદલજા બી.એમ.સી. વુડાના મકાનમાંનાઓ રાવપુરા મચ્છીપીઠ નાકા પાસેથી બંને આરોપીને દબોચી લેવામાં આવ્યા હતાં.