વલસાડમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળાબજારી કરતા બેની ધરપકડ
17, એપ્રીલ 2021

વલસાડ

ફેફસા માં ઇન્ફેકશન થઈ ગયું હોય એવા દરદીઓ ને જીવાડવા માટે એકમાત્ર ઈન્જેકશન રેમડેસીવીર છે માનવ જીવન માટે કોરોના વાઇરસ કરતા પણ ઘાતક રહેલ કાળા બજારીયાઓ રેમડેસીવીર ઈન્જેકશન નો જથ્થો ભેગો કરી કાળા બજારી શરૂ કરી દેતા દરદીઓ ની આશા નિરાશા માં પરિવર્તિત થઈ ગઈ છે.ઈન્જેકશન ની અછત અને કાળા બજારી થઈ રહી હોવાની બાબત સામે આવતા વલસાડ ડીએસપી ડો.રાજદીપ સિંહ ઝાલા એ તેમના એસઓજી ના ઇન્ટેલિજન્ટ પોલીસ કર્મીઓ ને કાળાબજારીયાઓ ની વહેલીતકે ધરપકડ કરવા આદેશ આપ્યો હતો એસઓજી ના જવાનો એ ઈન્જેકશન ની કાળાબજારી કરતા બે ઈસમોની ધરપકડ કરી કાળા બજારીયાઓનો પર્દાફાશ કર્યો હતો

નાની દમણના દિલિપ નગરમાં અવંતિક એપાર્ટમેન્ટમાં રહેતો અને ફર્નિચરની દુકાન ચલાવતો વરૂણ સુરેન્દ્ર કુન્દ્રા કાળા બજારમાં રેમડેસિવિર ઇન્જેકશન વેચી રહ્યો હોવાની બાતમીના આધારે એસઓજી ઁજીૈં અમીરાજસિંહ રાણાએ ગ્રાહક બનીને છટકું ગોઠવી વરૂણ કુન્દ્રાને વાપી જીઆઇડીસી સ્થિત યુપીએલ બ્રિજ નીચે બોલાવી એકના ૧૨ હજાર લેખે ૧૨ ઇન્જેકશનના ૧.૪૪ લાખ લઇ ૧૨ ઇન્જેકશન આપતા જ ઝડપી લીધો હતો. ખિસ્સા તપાસતા વધુ ૬ ઇન્જેકશન મળ્યા હતા. આ જથ્થો દમણના ડાભેલની બ્રુક ફાર્મા કંપની પાસેથી લીધો હોવાનું આરોપીએ જણાવતા પોલીસે બ્રુક ફાર્માના ટેકનિકલ ડિરેકટર મનિષ રામનારાયણ સિંગ (રહે. જલારામ સોસાયટી ચણોદ કોલોની, વાપી)ની પણ ધરપકડ કરી હતી. આ ઈન્જેક્શનનો જથ્થો દમણની ડાભેલમાં આવેલી બ્રુક ફાર્મા કંપનીની ટેક્નિકલ ડિરેક્ટરે આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલતા તેની પણ ધરપકડ કરાઈ છે. એસપી એ મીડિયા ને જણાવ્યું હતું કે ફાર્મા કંપની લાયસન્સથી ઈન્જેક્શન બનાવતી હતી. એક્સપોર્ટ બંધ થતાં વધેલો સ્ટોક મનીષ સિંઘે વરુણને વેચવા આપ્યો હતો. બંનેએ કેટલો જથ્થો બજારમાં વેચ્યો એની તપાસ હાથ ધરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution