છોટાઉદેપુરના પાનવડમાં રૂ.૧ લાખના દારૂ સાથે બેની ધરપકડ
28, જુન 2020

છોટાઉદેપુર, તા.૨૭ 

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ પોલીસ સ્ટેશન ની હદ માં આવેલા મોટી ટીટોડ ગામે દારૂ બંધી નો કડક અમલ કરાવવા પાનવડ પોલીસ દ્વારા નાકાબધી કરવામાં આવી હતી. જેમાં એક ઈક્કો ગાડી નંબર GJ 06 IB માં લઈ જવાતો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કિમંત રૂ. ૧,૦૨,૭૮૦/- તથા ઈક્કો ગાડી ની કિમંત રૂ. ૩ લાખ એમ ૪,૦૨,૭૮૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમો જેમાં એક નસવાડીના રહેવાશી રાજેન્દ્ર પ્રસાદ જયસ્વાલ અને તરસાલી વડોદરા ના રહેવાશી સુરેશભાઈ રાઠોડીયા ઝડપી પાડવામાં આવ્યા હતા. પાનવડ પોલીસે આ માલ ક્યાં લઇ જવાતો હતો તેની તપાસ હાથ ધરી હતી. સખત પેટ્રોલિંગ અને નાકાબંધી હાથ ધરાતા પાનવડ પોલીસને સફળતા મળી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution