ગાબટમાં કારમાંથી ૯૪ દારૂની બોટલ સાથે બે બૂટલેગર ઝડપાયા
03, સપ્ટેમ્બર 2020

અરવલ્લી,બાયડ : માલપુર તાલુકાના હીરબાઈ પહાડીયા ગામે તલાવડીમાં દેશી દારૂ ગાળતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે ૧૦૦ લીટર દેશી દારૂનો વોશ જપ્ત કરી ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો.મોડાસા ટાઉન પોલીસે સહયોગ બાયપાસ ચોકડી નજીકથી રાજગોર ગામના પ્રવીણ ભગોરાને એક્ટિવાની ડેકીમાં સંતાડી રાખેલા વિદેશી દારૂની ૬૦ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો.બાયડ પીઆઈ એન.જી.ગોહીલને બાતમી મળતા એસયુવી કાર પસાર થતા અટકાવી કારની તલાશી લેતા ડેકીમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૯૪ કીં.રૂ.૭૬૭૧૦ જપ્ત કરી ચંદનસિંહ રાઠોડ અને દોલતસિંહ રાઠોડને ઝડપી પાડી વિદેશી દારૂ, કાર,મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ.રૂ.૫૮૩૦૧૦નો મુદ્દામાલ જપ્ત કરી સલુમ્બરના બુટલેગર મેઘસિંહ સીસોદીયા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution