પોરબંદરમાં અકસ્માત સર્જાતા બે બાળકોના મોત, કાર ચાલક અકસ્માત સર્જી ફરાર
10, ઓગ્સ્ટ 2021

પોરબંદર-

પોરબંદરના દેગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં ઈનોવા કાર ચાલકે કાબૂ ગુમાવતા બે બાળકોને અડફેટે લીધા હતા. જેમાં બંને બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્ય હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઈનોવા કાર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો જેમાં તેણે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા નજીકના ખેતરમાં જઈની કાર સીધી દિવાલ સાથે અથડાઈ હતી જ્યાં બાળકી તેના ભાઈને લઈ શેરી શિક્ષણમાં માટે જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાતા બંને બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે સર્જ્યો અકસ્માત પૂરપાટ ઝડપે આવી રહેલી કારની સ્પીડ એટલી બધી હતી કે અકસ્માત બાદ કાર દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી જેમાં 4 વર્ષના બાળક અને 14 વર્ષની કિશોરનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી અને કાર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution