વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ખાંટા ગામે રહેણાંક મકાનમાં આગ લાગતાં ગામમાં અફડાતફડી મચી ગઇ હતી જાેત જાેતામાં આગ વિકરાળ સ્વરૂપ લેતા બંને મકાનો બળીને ખાક થઈ ગયા હતા. વિરપુર તાલુકાના ખાંટા ગામના પગી લાડુભાઈ ફુલાભાઈ અને પગી કૈલાસબેન લાડુભાઈ આ બંનેના રહેણાંક મકાનમાં અચાનક ધુમાડો નીકળી રહ્યો હતો આજુબાજુના રહેતા રહીશોને ખબર પડી જતાં આગને કાબૂમાં લેવા અનેક પ્રયત્નો કરતા આગ પરનો કાબુ મેળવ્યો હતો પણ આ બંને રહેણાંક મકાનમાં પશુઓ માટેનો ધાસચારો તેમજ અનાજ સંપૂર્ણ પણે બળી ગયું હતું જાેકે આગની લપેટમાં પરીવારના સભ્યો નુકશાન કોઈ સમાચાર મળ્યા નથી આગની ધટના બનતા વિરપુર તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત તલાટી સહિતના અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી બી કે કટારાએ કહ્યું કે ખાંટા ગામે બે મકાનોમાં આગ લાગવાની ધટના બની છે સ્થળ પર જઈને તલાટી દ્વારા પ્રાથમિક સર્વે કરાયો છે તેમજ પંચનામું કરાયું છે આગના કારણે નુકસાન થયું છે તેનો સર્વે કરી સરકારના ધારાધોરણ મુજબ મળવાપાત્ર રકમ હશે તે પરીવારને આપવામાં આવશે.તાલુકામાં ફાયર સેફ્ટીને લઈને કોઈજ પ્રકારની સુવિધા નથી જેના કારણે ઉનાળાની સરૂઆતથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો આગની ધટનાઓ અવર નવર બનતી હોય છે જેના કારણે લોકોને આર્થિક રીતે નુકસાન થાય છે.