તુર્કિ દ્વારા કરેલા ડ્રોન હુમલામાં ઇરાકના 2 સેન્ય અધિકારીના મૃત્યુ
13, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

તુર્કીએ કરેલા ડ્રોન હૂમલાની અંદર ઇરાકના બે ટોચના સૈન્ય અધિકારીઓનું મોત થયું છે. જેના કારણે બંને દેશ વચ્ચે તંગદીલીમાં વધારો થયો છે. ઇરાકે તુર્કીના રક્ષામંત્રીની બગદાદ મુલાકાત પણ રદ્દ કરી છે. તુર્કીએ આ હૂમલો મંગળવારે ઇરાકના બ્રૈડોસ્ટ વિસ્તારમાં કર્યો છે. ઇરાકી સેનાના જણાવ્યા પ્રમાણે હૂમલા સમયે ઇરાકના સૈન્ય અધિકારીઓ એક બેઠકમાં હતા. બે સૈન્ય અધિકારીઓ સિવાય અન્ય પાંચ લોકોના મોત પણ થયા છે. જાે કે આ લોકો સામાન્ય નાગરિકો હતા કે સૈન્યના અધિકારીઓ હતા તે જાણવા મળ્યું નથી.

ઇરાકી સેનાના જણાવ્યા પ્રમાણે તુર્કીના ડ્રોને બોર્ડર ગાર્ડના એક વાહનને નિશાન બનાવ્યું છે. જેમાં બે કમાન્ડર ને એક વાહનચાલકનું મોત થયું છે. ઇરાકે આ હહૂમલા બાદ તુર્કીને ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવી ઘટનાઓના કારણે બંને દેશના સંબંધોને ભારે નુકકસાન થશે. જાે કે તુર્કી તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. ઇરાકના ઉત્તર વિસ્તારમાં સક્રિય પીકેકેને તુર્કી આતંકી સંગઠન ગણે છે. આ પહેલા પણ તુર્કીએ આવા હૂમલાઓ કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution