દાહોદ : એક જ કુટુંબના હોઈ અને બંનેના લગ્ન શક્ય ન હોય દેવગઢ બારીઆ તાલુકાના કાળી ડુંગરી ગામના બે સગીર પ્રેમી પંખીડાએ સાથ જીયેગે, સાથ મરેગે ના કોલ સાથે ગામની સીમમાં એક ઝાડની ડાળે અલગ અલગ ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યાનું જાણવા મળેલ છે. દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ તાલુકાના કાળીડુંગરી ગામના ૨૦ વર્ષીય વિક્રમ નરપતભાઈ પટેલ અને તેના જ ગામની અને તેના કુટુંબની આશરે ૧૬ વર્ષીય સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હોઈ પરંતુ તે બંને લગ્ન શક્ય હોવાથી બંને જણાએ રાતે ગામની સીમમાં આવેલ એક ઝાડની ડાળીએ અલગ અલગ ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું હતું. જેઓની લાશ ગામની સીમમાં એક ઝાડની ડાળે લટકેલી હાલતમાં આજે સવારે સાડા દસ વાગ્યાના સુમારે ત્યાંથી પસાર થઇ રહેલ ગ્રામજનોએ જોતા આ વાત વાયુવેગે ફેલાતા ગ્રામજનોના ટોળેટોળાં સ્થળ પર એકત્રિત થયા હતા. આ સંબંધે કાળીડુંગરી ગામના હસમુખભાઈ લક્ષ્મણભાઈ પટેલ દેવગઢબારીઆ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ગ્રામજનોની મદદ થી બંનેની લાશને ઝાડ પરથી નીચે ઉતારી પંચો રૂબરૂ પંચનામું કરી પી.એમ માટે દે.બારિયા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આસંદર્ભે સી.આર.પી.સી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળ તપાસ હાથ ધરી છે.