મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ બે કેસ નોંધાયા
03, ફેબ્રુઆરી 2021

લુણાવાડા : કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના ૦૨ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૦૨-૦૨-૨૦૨૧ના સાંજના ૪-૩૦ વાગ્યા સુધીમાં ૨૦૦૧ કેસ પોઝીટીવ નોધાયા છે.આજે જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકાની ૦૧ સ્ત્રી, ૦૧ પુરૂષોએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯૪૫ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૯ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૩૬ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૫ મૃત્યુ નોંધાવા પામ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution