કચ્છ, અતિ સંવેદનશીલ સરહદી કચ્છની દરિયાઇ સીમાં પર છેલ્લા બે માસથી વધુ સમય થયો ફેફી દ્રવ્યો મળવાનો સિલસિલો જારી રહ્યો છે જેમાં જખૌના ઇબ્રાહીમશા પીર બેટ પાસેથી ડ્રગ્સના વધુ બે પેકેટ બીએસએફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા હતા. બુધવારે લક્કી પાસે આવેલા કુંડી બેટ પાસેથી ચરસના ૮ પેકેટ મળી આવ્યા બાદ બીજા જ દિવસે સઘન પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફની ટીમને ઇબ્રાહિમશા પીર બેટ પાસેથી વધુ બે પેકેટ ડ્રગ્સના મળી આવ્યા હતા. દરીયાઇ સીમા પર સતત મળી રહેલા નશીલા પદાર્થને ધ્યાને રાખી બીએસએફ દ્વારા હાલ સઘન પેટ્રોલિંગ કરી રહ્યું છે. આજે બીએસએફની ૧૦૨ મી બટાલિયન પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ઇબ્રાહીમશા ટાપુર પરથી વધુ બે પેકેટ મળી આવ્યા હતા. ભારત અને પાકિસ્તાનની એજન્સીઓ સતત પાછળ પડી હોવાને કારણે ડ્રગ્સ માફિયાઓ પેકેટ દરિયામાં ફેંકતા હોવાની હકીકત છે. હાથો હાથ માલ સપ્લાય કરવામાં જાેખમ હોવાને કારણે આ માફિયાઓ હવે ટાપુ ઉપર માલ મુકી જતા હોવાનું જાણવા મળી રહ્યું છે.