ટ્રકની પાછળ બાઇક ઘુસી જતા બાઇકસવાર સહિત બે શખ્સના મોત
29, જાન્યુઆરી 2021

માંડવી,  માંડવી સરકારી હોસ્પિટલ સામે બાઇક પર આવતા બે વ્યક્તિઓ દ્વારા ઉભેલ શેરડીની ટ્રકમાં પાછળથી અથડાતા અકસ્માત સર્જાયો. બન્ને વ્યકતીઓ પૈકી પાછળ બેસેલ વ્યક્તિનું ઘટના સ્થળે અને ચાલકનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું. પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરનાં છેવાડે આવેલ સરકારી હોસ્પિટલ સામે રાત્રીનાં ૮ વાગ્યાનાં સુમારે એક શેરડી ભરેલી ટ્રક (નં. જી.જે.૧૬.ટી.૮૧૨૦) ઉભી હતી. તે વેળાએ એક પેશન બાઇક (નં. જી.જે.૦૫.ડી.આર.૮૭૬૪) નાં ચાલક વિનયભાઈ બદ્રીપ્રસાદ મિશ્રા (ઉં.વ. ૨૫) દ્વારા પોતાનું વાહન ટ્રકની પાછળ અથાળતા પાછળ બેસેલ હરિશકુમાર રામફકીરભાઈ યાદવ (ઉં.વ. ૨૬, બન્ને રહે. તરસાડા, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે ચાલકને માથામાં તથા મોઢાનાં ભાગે ગંભીર ઇજા થતાં માંડવી સરકારી અને વધુ સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. પરંતુ સારવાર દરમ્યાન તેનું પણ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરતા માંડવી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.બનાવના પગલે લોકટોળા એકત્ર થઈગયા હતા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution