વલસાડ

ધૂળેટી પર્વ નિમિત્તે પારડી ખાતે બેન્ડ વગાડવા જઇ રહેલાં બે વ્યક્તિઓન નેશનલ હાઇવે ૪૮ ની ધરમપુર ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં અકસ્માત થયો હતો. બંને ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. વલસાડના ધડોઈના પટેલ ફળિયામાં રહેતા અને બેન્ડ સંચાલક તેમજ કેસીઓ વગાડનાર અમૃત ખાલબભાઈ પટેલ (ઉ.વ.૫૨), તેની બેન્ડમાં ઢોલી તરીકે કામ કરતો સુનિલ રાજુભાઇ નાયકા સાથે પારડી ધૂળેટી નિમિત્તે બેન્ડ વગાડવા અમૃતની મોપેડ (નં. ય્ત્ન-૧૫-ડ્ઢછ-૮૪૪૦)પર જઈ રહ્યા હતા. જે દરમિયાન ધરમપુર ચોકડી પાસે પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે અમૃતની મોપેડને અડફેટે લીધી હતી.અજાણ્યા વાહન ચાલકે મોપેડને અડફેટે લેતાં તેના પર સવાર બંને વ્યક્તિઓ નીચે પટકાયા હતા. જ્યારે અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ભાગી છૂટ્યો હતો. જ્યારે હાઇવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ તાત્કાલિક ૧૦૮ અને પોલીસ કંટ્રોલ રૂમને બનાવની જાણ કરી હતી. ૧૦૮ની મદદ મેળવી બંને ઇજાગ્રસ્તોને ૧૦૮ની મદદ વડે સિવિલ હોસ્પિટલમાં સારવાર માત્ર ખસેડયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ કરતા મોપેડ ચાલક સુનિલ પાસે હેલ્મેટ હોવા છત્તા હેલ્મેટ પહેર્યું ન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.