પાદરાના મુવાલમાં જુગારધામ પર દરોડા પાડતાં બે શખ્સ ઝડપાયા
04, સપ્ટેમ્બર 2020

પાદરા : પાદરાના મુવાલ ગામે ભાથુજી મંદિર પાસે ધોબીઘાટમાં બેટરીના અજવાળે જાહેરમાં ગોળ કુંડાળું વળી પત્તાપાનાં વડે હાર-જીતનો જુગાર રમતાં પાંચ ઈસમોની સામે જુગારધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. વડુ પોલીસે રેડ કરતાં પાંચમાંથી ત્રણ જુગારીયા નાસી ગયા હતા.  

પાદરાના મુવાલ ગામે ધોબીઘાટમાં જુગાર રમાય છે તેવી ચોક્કસ બાતમી વડુ પોલીસને મળી હતી. પોલીસે ધોબીઘાટમાં પહોંચી જઈ કોર્ડન કરી બેટરીના અજવાળે જાહેરમાં ગોળ કુંડાળી વળી પત્તાપાના વડે જુગાર રમતાં ત્રણ ઈસમો રંગહાથ ઝડપાયા હતા. પોલીસે રેડ દરમિયાન અંગઝડતીના રૂા.૩૪૦, દાવ પરના રૂા. ૧૯૦, મોટરસાઈકલ કિંમત રૂા.૬૫,૦૦૦ મળી કુલ રૂા.૬૫,૫૩૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. ઝડપાયેલા જુગારીયાઓમાં મુકેશ રોહિત, ઘનશ્યામ સોલંકી, રમણ સોમા પરમાર, વિનોદ ડાહ્યાભાઈ રોહિત અને રમેશ જેઠાભાઈ રોહિત (તમામ રહે. મુવાલ)નો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution