તબીબી સાધનો સાથે આ દેશમાંથી બે વિમાનો દિલ્હી આવી પહોંચ્યા
01, મે 2021

દિલ્હી-

દેશમાં કોરોનાની બીજી લહેરને પગલે વધી રહેલા કેસ, રેમડેસીવીર ઈન્જેકશન અને ઓકસીજનની અછતથી વધેલા મોતના આંકડાને કારણે વિશ્ર્વના દેશો ભારતની મદદે આવ્યા છે તેમાં અમેરિકા સૌથી મોટુ મદદગાર તરીકે ઉભર્યું છે. આજે અમેરિકી સેનાના બે માલવાહક વિમાનો મોટી સંખ્યામાં તબીબી સાધનો લઈને દિલ્હી પહોંચ્યું હતું. બન્ને વિમાનોમાં ઓકસીજનના 423 રેગ્યુલેટર લગાવેલા સીલીન્ડર, 210 પલ્સ ઓકસીમીટર, 17 મોટા આકારની ઓકસીજન સીલીન્ડર, 8,84,000 એબોટ રેપીડ ડાયગ્નોસ્ટીક કિટ અને 84 હજાર એન-95 ફેસ માસ્ક છે.વધુમાં અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની વોલમાર્ટે ભારતને 20 ઓકસીજન જનરેટીંગ પ્લાન્ટ, 20 કાયોજેનીક ક્ધટેનર, ત્રણ હજાર ઓકસીજન કોન્સેન્ટ્રેટર અને 500 ઓકસીજન સીલીન્ડર આપવાનું એલાન કર્યું છે. અમેરિકાની દિગ્ગજ ઓટો કંપની ફોર્ડ મોટર કંપનીએ પણ લાખોની સંખ્યામાં માસ્ક, પીપીઈ કીટ આપવાનું એલાન કર્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution