ગોધરા

પંચમહાલ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિવિધ સંવર્ગોની સામાન્ય ચૂંટણી માટે ગોધરામાં બે અને હાલોલમાં એક મળી ને કુલ ત્રણ મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ હતી.જિલ્લામાં આવેલ ૩૧૮ જેટલી હાઈસ્કૂલ ના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા તેમજ સંચાલક મંડળ સહિતનાઓ એ ઉત્સાહપૂર્વક મતદાન કરેલ હતુ. આ ચૂંટણીનું પરિણામ ૨૮મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જાહેર થનાર છે.ગુજરાત શિક્ષણ બોર્ડ ની કુલ સાત બેઠકો માટે ની ચૂંટણીમાં ૨૪ ઉમેદવારો મેદાનમાં છે. આજે પંચમહાલ જિલ્લા સહિત રાજ્યમાં આવેલ ૧૦૭ જેટલા મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે ગોધરા સેન્ટ આર્નોલ્ડ ,તેલંગ વિદ્યાલય અને હાલોલની ઘ એમ. એસ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક ખાતે જિલ્લા માં આવેલ ૩૧૮ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક, પટાવાળા તેમજ સંચાલક મંડળ ના સભ્યો પોતાનો મત નાખવા માટે આવ્યા હતા. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ મતદાન મથક ખાતે સવારથી જ મતદારોનો ઉત્સાહ જાેવા મળવા સાથે મત નાખવા માટે લાંબી લાઈનો પણ લાગી હતી. જ્યારે ચૂંટણીના મતદાન મથક ખાતે કોરોના ના ગાઈડ લાઇન નું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યુ હતું. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિવિધ વિભાગમાં ફરજ બજાવતા ઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સાથે મતદાન મથક ખાતે માસ્ક અવશ્ય પહેરીને આવ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિવિધ વિભાગ બોર્ડની સાત બેઠકોની ૨૪ઉમેદવારો માટેની ચૂંટણી પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.