બે શિક્ષકોને કોરોના થતા વાલીઓમાં ફફડાટ
07, માર્ચ 2021

દે.બારીયા, દેવગઢ બારિયા નગરમાં આવેલી એક ખાનગી શાળામાં બે શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. એક શિક્ષક સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ જ્યારે અન્ય એક શિક્ષક હોમ આઈસોલેટ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દેવગઢ બારિયા નગરમાં કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા કેટલાક નિયમોને અનુસાર સરકારી તેમજ ખાનગી શાળાઓ ખોલવા માટેની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવતા નગરની સરકારી તેમજ ખાનગી શાળાઓ સરકારના ધારાધોરણ મુજબ ખોલવામાં આવી હતી. જેમાં જે વાલી દ્વારા લેખિતમાં પોતાના બાળકની શાળાએ શાળામાં જવાની મંજૂરી આપવામાં આવે છે તેવા જ બાળકને શાળામાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ શાળામાં હાલમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ નગર તેમજ આસપાસના ગામડાઓમાંથી અભ્યાસ અર્થે આવી રહ્યા છે.

જેમાં શિક્ષકો પણ નગર તેમજ બહારથી અપડાઉન કરતા રોજ શાળામાં આવે છે, ત્યારે મધ્યમાં આવેલ એસ.આર હાઈસ્કૂલમાં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવતા ગોધરાથી બે શિક્ષકને કોરોનો પોઝિટિવ આવતા એક શિક્ષક સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ જ્યારે અન્ય એક શિક્ષક હોમ આઈસ્યુલેટ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે શિક્ષકોનો કોરોનો પોઝિટિવ આવતા શાળા પરિવાર તેમજ નગરજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, પાલિકા તંત્ર દ્વારા એસ.આર હાઈસ્કૂલમાં સેનેટાઈઝરની કામગીરી હાથ ધરી છે. ત્યારે આરોગ્ય તંત્ર હરકતમાં આવશે કે કેમ તે જાેવાનું રહ્યું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution