દિલ્હી-

દેશનાં ૨૧ રાજ્યમાં કરવામાં આવેલા એક સર્વેમાં એ વાત પ્રકાશમાં આવી છે કે અહીંની બે-તૃતીયાંશ વસતિમાં કોરોના વાઈરસની એન્ટિબોડી ડેવલપ થઈ છે. ૭૯ ટકા એન્ટિબોડીની સાથે મધ્યપ્રદેશ સૌથી આગળ છે, જ્યારે માત્ર ૪૪.૪ ટકા એન્ટિબોડીની સાથે કેરળ સૌથી પાછળ છે. જાેકે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિત ૮ રાજ્યમાં ૭૦ ટકાથી વધુ લોકોમાં એન્ટિબોડી વિકસિત થઈ છે. જાેકે ચિંતાની વાત એ છે કે હાલ દેશમાં સૌથી વધુ સંક્રમણના કેસ કેરળમાં નોંધાઈ રહ્યા છે.

ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ તરફથી ૧૪ જૂનથી ૧૬ જુલાઈની વચ્ચે કરાવવામાં આવેલા સીરો સર્વેનો રિપોર્ટ બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યો છે. દેશના ૭૦ જિલ્લામાં આઇસીએમઆરનો આ ચોથો સીરો સર્વે છે. કોઈ વસતિના બ્લડ સીરમમાં એન્ટિબોડીના લેવલને સીરોપ્રિવલેન્સ કે સીરોપોઝિટિવિટી કહેવામાં આવે છે.આ પરિણામને જાેતાં સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સૂચન કર્યું કે તેઓ આઇસીએમઆરના દિશા-નિર્દેશમાં પોતાનો સીરોપ્રિવલેન્સ સ્ટડી કરાવે. આ સીરો સર્વેનાં પરિણામોનો કોરોનાના નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી શકશે.
આઇસીએમઆરનો સીરો સર્વે નેશનલ લેવલ પર કોવિડ ઈન્ફેક્શનના ફેલાવવાને સમજવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો. એનાં પરિણામો જિલ્લા અને રાજ્યોની વચ્ચે સીરોપ્રિવલેન્સની વિવિધતા કે વરાઈટી બતાવતા નથી. કોઈ વસતિના બ્લડ સીરમમાં એન્ટિબોડીના અસ્તિત્વને જાણવાના ટેસ્ટને સીરો સ્ટડી કે સીરો સર્વે કહેવામાં આવે છે. જાે આ ટેસ્ટમાં કોઈ વ્યક્તિમાં કોઈ એન્ટિબોડીનો સ્તર ખૂબ વધુ મળે છે તો એનાથી સમજી શકાય છે કે તે વ્યક્તિને ઈન્ફેક્શન પહેલાં જ લાગી ચૂક્યું છે. એનાથી કોરોના વાઈરસની હાજરી અને તેના ફેલાવાના ટ્રેન્ડને મોનિટર કરવામાં મદદ મળે છે.
સામાન્ય રીતે સીરો ટેસ્ટ એવી વસતિ પર કરવામાં આવે છે, જેનાં પરિણામનો સમગ્ર દેશની વસતિ પર ઉપયોગ કરી શકાય. વસતિનું સિલેક્શન ઘણી ટેક્નિકથી કરવામાં આવે છે. સીરો સર્વેને વધુ વસતિ પર કરવાની જરૂર હોતી નથી.