વેનિસ,તા.૫

લોકડાઉનમાં ઇટલીનું સુંદર શહેર વેનિસ પ્રવાસીઓ વગર ખાલી હતું અહિ લોકોની ઓછી અવર-જવરને લીધે નદી અને કેનાલ એકદમ ચોખ્ખી પણ થઇ ગઈ હતી. લોકડાઉન પૂરું થઇ ગયા પછી પ્રથમવાર વેનિસ શહેર ખુલ્યું ત્યારે બે જર્મન પ્રવાસીઓ નહાવા માટે ગ્રાન્ડ કેનાલમાં પડ્યા હતા. તેમના આ પરાક્રમ બદલ પોલીસે ૭૬ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

કેનાલમાં બોટમાંથી પસાર થઇ રહેલા ઓગ્સ્ટો મોરેનદી નામના વ્યક્તિએ કેમેરામાં આ આખી ઘટના રેકોર્ડ કરી લીધી હતી. ઓગ્સ્ટોએ કહ્યુ કે, વેનિસમાં કેનાલમાં નહાવાની મનાઈ છે. તે બંને વ્યક્તિને ખબર હતી કે હું રેકોર્ડ કરી રહ્યો છું તો પણ તેઓ પોતાની જ ધૂનમાં હતા. લોકલ મીડિયા પ્રમાણે, આર્મી ઓફિસરે આ બંને પ્રવાસીઓની ધરપકડ કરી અને ૭૬ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.