ઝઘડિયાની મેટ્રોપોલિટીન એકઝિમકેમ કંપનીમાં થયેલી ચોરીમાં બે ઝડપાયા 
29, મે 2021

અંક્લેશ્વર, ઝઘડિયા જીઆઇડીસીની મેટ્રોપોલિટીન એકઝિમકેમ કંપનીમાં રૂપિયા ૫ લાખ ઉપરાંત ના સમાન ની થયેલ ચોરી ના ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે બે આરોપીની ધરપકડકરી હતી. અને  રૂપિયા ૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહીહાથ ધરી હતી.    પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ મેટ્રોપોલિટીનએકઝીમકેમ  પ્રા.લી કંપનીમાં  એસએસ ના પાઇપો ,એસએસ ના  બોલવાલ્વ તેમજ ફલેન્ચ ની ચોરી થઇ હતી.જે અંગે કંપનીના સંચાલકો દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાંરૂપિયા ૫,૦૨,૦૦૦ ઉપરાંત ના એસએસ ના સામાન ચોરી  અંગે ફરિયાદ નોંધાવી હતી.દરમ્યાન ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાંહતા.તે દરમ્યાન મળેલી  માહિતી ના આધારે  જીઆઇડીસીમાં હેક્ષોન પ્લાઝા માંથીઝઘડિયા ની મેટ્રોપોલિટીન એકઝીમકેમ કંપની ના  સામાન સાથે મૂળ રાજસ્થાન અનેહાલ ગડખોલ ની પાશ્વનાથ સોસાયટી માં રહેતા  પારસમલ હીરાસીંગ રામલાલ જૈનઅને મીરાનગર માં રહેતા અને મૂળ મધ્યપ્રદેશ ના સઈદ નૈકસેખાન પઠાણ  ને ઝડપીપાડ્યા હતા.એલસીબી પોલીસે તેઓ પાસે થી રૂપિયા ૫,૦૨,૦૦૦ ઉપરાંત ના એસએસનો સામાન કબ્જે કરી વધુ  કાર્યવાહી અર્થે આરોપીઓ ને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution