વેળાવદરના અભયારણ્યમાંથી કાળિયારના અવશેષો સાથે બે ઝડપાયા
26, ડિસેમ્બર 2021

ભાવનગર, ભાવનગરના ભાલ પંથકમાં આવેલા કાળાતળાવ ગામની સીમમાંથી તાજેતરમાં શેડ્યુઅલ વનમાં આવતી આરક્ષિત પ્રજાતિ કાળીયારના શિકાર સાથે બે શખ્સો ઝડપાયા હતાં. ત્યારે આ શખ્સોએ પોલીસ રીમાન્ડમાં વધુ બે શખ્સોઓના નામ આપતાં વન વિભાગે ભાવનગરના બે શખ્સોને તેના ઘરમાથી મૃત પ્રાણીઓના અવશેષો તથા હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. ભાવનગર વન વિભાગની ટીમે તાજેતરમાં ભાલ પંથકના કાળાતળાવ ગામની સીમમાંથી કાળીયારના મૃતદેહ સાથે બુધા ગોબર વેગડ તથા જાવેદ દિલાવર પઠાણની ધડપકડ કરી હતી. આ બંને શખ્સોએ પોલીસ રીમાન્ડમાં વધુ બે શખ્સોના નામ આપ્યા હતા. જેથી વન વિભાગના અધિકારીઓએ ભાવનગર શહેરમાં રહેતા મોસીન દિલાવર પઠાણ તથા સોયેબ સલીમ કુરેશીના ઘરે દરોડો પાડી ઘરમાથી મૃત પશુના અવશેષો સાથે ધારદાર છરા સહિતના તિક્ષ્ણ હથિયારો કબ્જે કરી આ શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution