/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ભથવાડા ટોલનાકા પર ટેમ્પોમાથી દારૂ તથા બિયર સાથે બે પકડાયા

દાહોદ : દેવગઢબારિયા પોલીસે પ્રોહી અંગેની પોતાને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પર કરેલ નાકાબંધી દરમિયાન ૧.૭૪ લાખ ઉપરાંત ની કિંમતના વિદેશી દારૂ તથા બિયર ના જતા સાથે ટાટા ટેમ્પો ઝડપી પાડી તેના ચાલક સહિત બેની અટક કરી ચાર મોબાઇલ ફોન તથા ૪ લાખની ટાટા ટેમ્પો મળી રૂપિયા ૫,૭૭,૧૨૦/- નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ લીમખેડા તરફથી જીજે.૦૨.ટી.૭૨૩૪ નંબરની ટાટા લોડિંગ ટેમ્પામાં પાછળના ભાગે ડાલામાં ચોર ખાનું બનાવી તેમાં દારૂ તથા બિયરનો વિપુલ જથ્થો ભરી લઈ ગોધરા તરફ જનાર હોવાની દેવગઢ બારીયાના સિનિયર પી.એસ.આઇ એન જે પંચાલને બાતમી મળતા તેઓના માર્ગદર્શનમાં તેઓની ટીમે ભથવાડા ટોલનાકા ચેકપોસ્ટ ઉપર બાતમી વાળી ગાડીની વોચમાં નાકાબંધીમાં ઉભા હતા. રે ંલોડિંગ ટેમ્પાના પાછળના ભાગે ડાલામાં ચોરખાનું બનાવેલ હોય જે ચોર ખાનાના લાકડાના પાટીયા ખસેડી જાેતા અંદરના ભાગમાં ગોઠવેલો વિદેશી દારૂ તથા બિયરનો જંગી જથ્થો નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ટાટા લોડિંગ ટેમ્પામાં બનાવેલ ચોર ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ ૩૦ તથા બિયર ટીનની પેટીઓ નંગ ૭ મળી રૂપિયા ૧,૭૪,૫૨૦/- ની કુલ કિંમતની વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ ૩૭ ઝડપી પાડી રૂપિયા ત્રણ હજારની કિંમતના મોબાઈલ નંગ ચાર કબ્જે કર્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution