07, એપ્રીલ 2022
મહીસાગર જિલ્લામાં આવેલા મહીસાગર મંદિરની નજીક ગોઝારી દુર્ઘટના ઘટી છે. લુણાવાડાથી ન્હાવા આવેલા ૫ યુવાનોના ડૂબતા મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે. મહીં નદીમાં ન્હાવા માટે યુવકો આવ્યા હતા. વહેણમાં વધારો થતાં અચાનક એક બાદ એક યુવાનો ડૂબી ગયા હતા. હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવતા બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં મહી નદીમાં ૧૪ યુવાનના ડૂબવાથી મૃત્યુ થયા છે. આ પહેલા મહીસાગરમાં ધૂળેટી દરમિયાન કુલ ૬ લોકો ડૂબી ગયા હોવાનું સામે આવ્યુ હતું. તેઓ ધૂળેટી રમીને નદીમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબવાથી મોત નીપજ્યું હતું, મહીસાગર નદીમાં લુણાવાડાના હાડોડ નજીક ૨ યુવકોના ડૂબી જતા મૃત્યુ થયા હતા. જ્યારે ઢેસિયા ગામના બે યુવકો હાડોડ નજીક નદીમાં ડૂબ્યા ગયા હતા. જ્યારે વણાંકબોરી નજીક પણ ૪ યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યુ હતું. આ ઉપરાંત નદી પરથી છલાંગ મારી વીરપુર પાસે નદીમાં ૨ યુવકો તણાઇ ગયા હતા. વારંવાર બનતી ડૂબવાની ઘટનાને લઈ જવાબદાર તંત્રએ પણ સજ્ઞાન લેવાની જરૂર છે.લોકોએ પણ નદીમાં ન્હાવા પડવાથી બચવું જાેઈએ ખાસ કરીને જ્યાં તંત્ર દ્વાર સાઈન બોર્ડ લગાવામાં આવ્યા હોય તેવી જગ્યાએ તો ભૂલથી પણ ન્હાવા ન પડવું જાેઈએ. હાલ તો બનાવમાં ૫ યુવાનોની પુરજાેશથી શોધખોળ કરાઇ રહી છે. હજુ એક યુવાનની કોઈ જ ભાળ મળી નથી.
મહીસાગર જિલ્લામાં હોળી-ધુળેટી ના તહેવાર ને માત્ર ૨૦ દિવસ જેટલો સમય વિત્યો છે ને ફરી મહીસાગર નદીમાં ૩ યુવકો ડૂબ્યા છે અને ૨ યુવકોનો આબાદ બચાવ થયો છે ત્યારે જીલ્લામાં માત્ર ૨૦ દિવસના ટુકાગાળામાં કુલ-૧૪ જેટલા યુવકોના મોત થતાં નાહવાની મોજ મસ્તી અને હર્ષ-ઉલ્લાસ માતમમાં ફેરવાયો મહીસાગર નદીમાં નાહવા પડેલ ૫ યુવાનો માથી ૨ નો બચાવ થયો છે જેમને સારવાર અર્થે કોટેજમાં ખસેડયા છે જેને લઈને લુણાવાડા નગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ લુણાવાડા પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ૩ યુવકને શોધવા માટે સર્ચઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે બીજી તરફ લુણાવાડા મહીસાગર મંદિર તટ પાસે નદીમાં નાહવા પડેલા પરપંથી માથી ૩ યુવાનો ડૂબ્યા છે હાલ આ યુવકોની શોધ ચાલુ છે.