મુંબઇ-

નેશનલ ટેસ્ટિંગ એજન્સી  દ્વારા લેવામાં આવતી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ ૨૦૨૧ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે. નવા ટાઈમટેબલ અનુસાર આ પરીક્ષા હવે છઠ્ઠીથી આઠમી ઑક્ટોબર અને ૧૭ થી ૧૯ ઑક્ટોબર દરમ્યાન બે તબક્કે લેવાશે. આ પહેલાં આ પરીક્ષા છઠ્ઠીથી ૧૧ ઑક્ટોબર દરમ્યાન લેવામાં આવવાની હતી. પરંતુ આ જ સમયગાળામાં અન્ય પ્રમુખ પરીક્ષાઓ પણ લેવામાં આવવાની છે અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં લેતાં આ પરીક્ષા હવે નવા ટાઈમટેબલ અનુસાર લેવાશે. નવા ટાઈમટેબલની નોટીસ યુજીસીની અધિકૃત વેબસાઈટ પર મૂકવામાં આવી છે.