વલસાડ,  આખી દુનિયા માં આતંક મચાવી રહેલ કોરોના વાઇરસ ને કારણે લાગભગ છેલ્લા દશ મહિના થી આપણા દેશ માં લોકડાઉન કરવા માં આવ્યું છે જીવલેણ કોવિડ વાઇરસ નો લોકો માં સંક્રમણ ન થાય એટલા માટે ,લોકો ને બચાવવા સરકારે ફરજીયાત માસ્ક અને સોસિયેલ ડિસ્ટન્સ રાખવા સરકારે આદેશ કર્યો છે દેશ ના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ ની આરોગ્ય શક્તિ ખૂબ ઓછી હોવાને કારણે તેમના માં કોવિડ -૧૯ ના સંક્રમણ ની સંભાવના ખૂબ જ વધારે હોવા થી સરકારે તમામ સ્કૂલો ને બંધ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ હવે કોરોના ના ખૂબ ઓછા દર્દીઓ સામે આવી રહ્યા છે અને કોરોના ની રસી પણ આવી ગઈ છે ૧૬ મી જાન્યુઆરી થી રસી મુકવાનો પ્રારંભ થવાની સંભાવના છે ત્યારે સરકારે શિક્ષણ ને લઇ મહત્વ નો ર્નિણય લીધો છે. વાલીઓ ની સંમતિ લઈ સ્કૂલ સંચાલકો આજ થી સ્કૂલો માં શિક્ષણ આપવાનું પ્રારંભ કરી શકશે સરકારે કોવિડ-૧૯ની ગાઈડ લાઇન સ્કૂલો ને મોકલી આપી છે જેમાં સ્કૂલો માં દવાખાના ના નંબર સહિત માસ્ક ફરજિયાત પહેરવુ,હાથ સેનેટાઇઝ કર્યા બાદ વર્ગખંડમાં પ્રવેશ કરવો,એક-બીજા વચ્ચે ઓછાનાં ઓછુ ૬ ફુટનું અંતર રાખવુ,હાથ વાર-વાર સાબુથી ધોવા,વિદ્યાર્થીઓને ફાળવેલી જગ્યાએ બેસવુ,વિદ્યાર્થીઓએ એક બીજાની વસ્તુુ્‌ આપલે કરવી નહિ.શાળા દરમિયાન તાવ શરદી ઉધરસ જણાઇ તો વર્ગ શિક્ષક અને આચાર્યને જાણ કરવી , વર્ગખંડ કે પરિસરમાં ભેગા થવુ નહિ. જેવા નિયમો નો ઉલ્લેખ કરાયો છે.