દિલ્હી-

અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન પણ કોરોનાના પડછાયા માં આવી ગયો છે. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, ડોકટરો છોટા રાજનની હાલત પર નજર રાખી રહ્યા છે. તેની હાલત સ્થિર છે. હાલમાં તેને તિહારની બહારની, કોઈ પણ હોસ્પિટલમાં મોકલવાની નોબત આવી નથી.

જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, છોટા રાજનની ચેપ અંગેની માહિતી મળી હતી. જ્યારે તેનો કોરોના તપાસ અહેવાલ આવ્યો હતો. અહેવાલ પછી, તેના સેલની સુરક્ષામાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ, અને સેલની આજુબાજુ આવેલ જેલના કર્મચારીઓને, ક્વોરેન્ટાઇન પર જવા કહેવામાં આવ્યુ છે.

આપને જણાવી દઈએ કે, છોટા રાજન અને બિહારના ભૂતપૂર્વ સાંસદ શહાબુદ્દીન, બંને કડક સુરક્ષા વચ્ચે તિહાડમાં જેલ નંબર બેના ઉચ્ચ સુરક્ષા સેલમાં હતા. યોગ્ય તપાસ કર્યા વગર, કોઈ પણ બાહ્ય વ્યક્તિને તેમની પાસે જવાની અનુમતિ દેવામાં આવતી નથી. ફક્ત ચુનિંદા જેલ કર્મચારીઓ જ તેમને મળે છે. જે લોકો તેમને મળે છે, તેમને પણ સમયે સમયે કોરોના તપાસની પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે, તેમ છતાં તે બંને તેના સંક્રમણ માં આવી ગયા.

આ માહિતી બાદ હવે, જેલ નંબર બે પરિસરમાં બંધ એવા અન્ય કેદીઓની કોરોના તપાસ મોટા પાયે કરવામાં આવી રહી છે. જેમાં પણ લક્ષણો જોવા મળે છે, તેને તરત જ અન્ય કેદીઓથી અલગ કરવામાં આવી રહયા છે. ભલે તપાસના પરિણામો પછી આવે, પણ લક્ષણો જોવા મળતાની સાથે જ, છૂટા પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અહીંની દવાખાનામાં ડોકટરોને, કોરોનાના વધતા જતા કેસોને, કારણે વધુને વધુ તપાસ કરવા જણાવ્યુ છે.