દિલ્હી-

કેન્દ્રીય ગૃહમંત્રીએ 74 માં સ્વાતંત્ર્ય દિન પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આ પ્રસંગે નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. અમિતે પોતાના સંદેશમાં કહ્યું હતું કે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું એવા તમામ મહાન લડવૈયાઓના ચરણોમાં શુભેચ્છાઓ પાઠવુ છું જેમણે દેશને તેમની બહાદુરી અને બલિદાનથી આઝાદી આપી છે અને આઝાદી પછીના તમામ બહાદુર વીરોને પણ સલામ કરું છું, જેમને દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટે પોતાનું સરસ્વ અર્પણ કર્યું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, આજે અમને ખૂબ ગર્વ છે કે, એક સ્વતંત્ર, સશક્ત અને સક્ષમ ભારતનું સ્વપ્ન આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જોયું હતું, તેને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાકાર કરી રહ્યા છે. એક તરફ, મોદી સરકારે ગરીબ અને વંચિતોને ઘર, વીજળી, આરોગ્ય વીમા જેવી સવલતો પૂરી પાડી છે, તો બીજી તરફ ભારતને એક મજબુત રાષ્ટ્ર બનાવ્યું છે. '