કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ GMDC ખાતે 900 બેડની કોવિડ હોસ્પિટલનું નિરિક્ષણ કર્યુ
23, એપ્રીલ 2021

અમદાવાદ-

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરાયેલી 900 બેડની ધન્વતરી કોવિડ હોસ્પિટલની નિરિક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે છે. હોસ્પિટલની સમીક્ષા બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, આરોગ્ય અધિકારીઓ સાથે અમિત શાહ બેઠક પણ કરશે.

અમદાવાદમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના ૫ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી રહી છે. જેના કારણે લોકોના મનમાં ભયનો માહોલ સર્જાયેલો છે. પરંતુ આ દરમિયાન એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં GMDC બાદ વધુ એક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. નારણપુરામાં આવેલ ડી. કે.પટેલ હોલમાં 120 બેડ હોસ્પિટલ શરુ કરવામાં આવશે. ઓક્સીજન સાથે 120 બેડ તૈયાર થઇ રહ્યા છે. ખાનગી હોસ્પિટલ કરશે આ હોસ્પિટલનું સંચાલન કરશે. જેમાં 20 ટકા બેડ એએમસી ક્વોટામાં રહેશે જેમાં ફ્રીમાં દર્દીની સારવાર કરવામાં આવશે. 80 ટકા બેડ હોસ્પિટલ હસ્તક હોવાથી ચાર્જેબાલ રહેશે. બે દિવસમાં હોસ્પિટલ શરુ થઈ જશે. કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરવા દર્દીઓના સ્વજનો દ્વારા એડવાન્સ બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution