કેન્દ્રીય મંત્રી નિશંકને દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા
01, જુન 2021

દિલ્હી-

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને કોરોના વાયરસથી ઉભર્યા બાદ થનાર સમસ્યાઓને લઇ દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં દાખલ કરાયા છે. એમ્સ અધિકારીઓની તરફથી મંગળવારના રોજ આ વાતની માહિતી આપી.

રમેશ પોખરિયાલ નિશંકને કોરોના વાયરસથી સાજા થયા બાદ ૯મી મેના રોજ એઇમ્સમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. ત્યારબાદ તેમણે ટિ્‌વટર પર ડૉકટર્સની ટીમનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે લખ્યું કે કોરોના વાયરસ સંક્રમણના લીધે એમ્સ દિલ્હીમાં પોતાની સારવાર થયા બાદ હેમખેમ ઘરે વાપસી પર એમ્સના કોવિડ ડૉકટર્સની ટીમનો હૃદયપૂર્વક ધન્યવાદ અને વિનમ્રતાપૂર્વક આભાર.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution