દિલ્હી-

PM મોદીના જન્મદિવસે મધ્યપ્રદેશને મોટી ભેટ આપવામાં આવી છે. અહીયા કુલ 34 રોડની યોજનાઓ શરૂ કરવામાં આી હતી. જેમા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સ્પિડ ટેસ્ટ પણ કર્યો જેમા તેમણે 170 કિમીની સ્પીડે દોડતી કારમાં તેઓ સવાર થયા સાથે તે કારમાં તેમણે ચાની ચુસ્કી પણ મારી હતી. નિતિન ગડકરી આજે મધ્યપ્રદેશમાં રસ્તાઓની મોટી ભેટ આપવા માટે આવ્યા હતા. ત્યારે આ પ્રસંગે તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર સ્પીડ ટેસ્ટ પણ લીધો. કારમાં બેસીને તેમણે રોડની ગુણવત્તા ચેક કરવા માટે સ્પીડ ટેસ્ટ લીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમણે 170ની સ્પીડ પર કામાં બેઠા બેઠા ચા પણ પીધી હતી. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં આજે 9577 કરોડના ખર્ચે 34 રોડ યોજનાઓું લોકાર્પણ અને શિલાન્યાસ કરરવામાં આવ્યું છે. સાથેજ નિતિન ગડકરીએ કહ્યું કે મધ્યપ્રદેશને દેશનું લોજિસ્ટિક કેપિટલ બનાવામાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને દરેક રીતે મદદ કરશે.