કેન્દ્રિય રેલવે પ્રધાન પિયુષ ગોયલે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો
01, એપ્રીલ 2021

નવી દિલ્હી

ભારતમાં કોવિડ-19 વેક્સિનેશન અભિયાન હાલમાં ચાલી રહ્યું છે. એવામાં કેન્દ્રિય રેલવે પ્રધાન પિયુષ ગોયલે દિલ્હી AIIMS ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને લોકોને માહિતી આપી હતી અને સામાન્ય જનતાને પણ વેક્સિન લેવા માટે અનુરોધ કર્યો હતો.

ટ્વિટ કરીને કહ્યું,"આપણે સાથે મળીને સ્વસ્થ અને સુરક્ષિત દેશ બનાવીએ"કેન્દ્રિય પ્રધાને વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધા બાદ કરેલી ટ્વિટમાં જણાવ્યું હતું કે, "આજે દિલ્હી AIIMS ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો. હું વેક્સિન માટે પાત્ર તમામ નાગરિકોને અપીલ કરું છું કે, તેઓ પણ વેક્સિન લે અને આસપાસના લોકોને પણ વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરે. આપણે સાથે મળીને સ્વસ્થ તેમજ સુરક્ષિત દેશ બનાવીએ અને ભારતને કોરોના મુક્ત કરીએ.

"નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી કોરોના વેક્સિનદેશભરમાં વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆતના પ્રથમ દિવસે એટલે કે 1 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી AIIMS ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution