સંઘ પ્રદેશ દીવના ઘોઘલા બીચને મળ્યું બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ, પ્રવાસન ઉદ્યોગને મળશે વેગ
12, ઓક્ટોબર 2020

દીવ-

સંઘ પ્રદેશ દીવના ઘોઘલા બીચ ને બ્લુ ફ્લેગ સર્ટીફિકેટ પ્રાપ્ત થયું છે. જેની જાણ દીવના કલેકટર શલોની રાયે ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. દીવ સમગ્ર વિશ્વના પર્યટકો માટેનુ શ્રેષ્ઠતમ પ્રવાસન સ્થળ માનવામાં આવે છે, ત્યારે દીવમા આવેલા બીચ પૈકી ઘોઘલા બીચને સર્ટિફિકેટ મળતા હવે પર્યટન સાથે વિશ્વના પ્રવાસીઓને પણ આકર્ષવાની દિશામાં વધુ એક સોનેરી સંસ્મરણ ઉમેરાયું છે. જેને લઇને જિલ્લા કલેક્ટરે ટ્વીટર પર ખુશી વ્યક્ત કરી હતી.

દીવના ઘોઘલા બીચને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર સલોની રાય દ્વારા ટ્વીટરના માધ્યમથી માહિતી આપવામાં આવી હતી. દીવ સમગ્ર વિશ્વના પર્યટકો માટે શ્રેષ્ઠત્તમ પર્યટન સ્થળ માનવામાં આવે છે, ત્યારે બીચને મળેલું આ સર્ટિફિકેટ દીવના પર્યટન ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવશે. દીવના ઘોઘલા બીચને બ્લ્યુ ફ્લેટ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે કે, આવનારા દિવસોમાં દીવના પર્યટન ઉદ્યોગને વધુ મજબૂત અને સફળતા અપાવશે. દીવના બીચ અહીં આવતા દરેક પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ બીચ બની રહ્યા છે. ત્યારે રવિવારે તેને પર્યાવરણની દૃષ્ટિએ પણ સંપૂર્ણપણે સ્વસ્થ અને સ્વચ્છ બીચ હોવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. ત્યારે આગામી દિવસોમાં આ સર્ટિફિકેટ દીવના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવવાની દિશામાં મહત્વનું પુરવાર સાબિત થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution