વડોદરા

આજે સમગ્ર દેશમાં ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી રહી છે..આ કોરોના કાળમાં ડોક્ટર ભગવાન સમાન રહ્યા છે...આજે વડાપ્રધાન મોદી પણ ડોક્ટરોને સંબોધન કરવાના છે ત્યારે વડોદરા શહેરમાં પણ બે ડોક્ટરો  દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું.



શહેરના સમા કેનાલ રોડ પાસે લોકોને ફ્રીમાં બ્લડ પ્રેશર ચેક કરીને આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે..ડો.મનોજ તિવારી અને ડો .જીગ્નેશ ગઢવી દ્વારા લોકોની સ્વાસ્થ્ય કાળજી માટે આજના દિવસે લોકોના બ્લડ પ્રેસર ચેક કરી લોકોને જાગૃત કરીને ડોકટર ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે.