વડોદરા, તા.૩૧

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના વધતા ભાવના ગરીબ અને મધ્યમ વર્ગ સહિત તમામનુ બજેટ ખોરવાઈ ગયુ છે.પરંતુ સામે આવકનો સ્ત્રોત યથાવત રહી જાવકનું પ્રમાણ વધતાં લોકો ચીંતુર બન્યા છે.ત્યારે પ્રજાની પડખે રહી તેમની વેદનાને વાચા આપવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાંચેય વિધાનસભા મતવિસ્તારમાં પેટ્રોલ- ડિઝલના ભાવમાં વઘારો અને મોંધવારી સામે આશ્ચર્ય જનક કાર્યક્રમો યોજી સરકાર મોંઘવારી ઉપર અંકુશ મેળવવામાં નિષ્ફળ ગઈ હોય છે તેમ જણાવી સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

નવ નિયુક્ત વડોદરા શહેર કોગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેષીની આગેવાનીમાં મહેંગાઈ મુક્ત ભારત અભિયાન અંતર્ગત શહેરના અકોટા, સયાજીગંજ, માંજલપુર , રાવપુરા અને વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તારમાં એક જ સમયે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી બેરોજગારી મુદ્દે કાર્યક્રમો યોજી સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.અને જણાવ્યું હતું કે , ભાજપ સરકાર પ્રતિદિન પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે. અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી મોદી સરકારના અવિચારી અને પ્રજા વિરોધી ર્નિણયો ના કારણે લોકોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. જેથી મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગેસ સીલીન્ડર, બાઈક, ખાલી પેટ્રોલ ડીઝલના ડ્રમ,ઘોડાગાડી, સાયકલ તેમજે પુષ્પાંજલિ સહિતના કાર્યકમો યોજવામાં આવ્યા છે. સવારે ૧૧ કલાકે ગોરવા આઈટીઆઈ ચાર રસ્તા, અકોટા બ્રિજ ચાર રસ્તા, માંડવી ચાર રસ્તા, ગઘેડા માર્કેટ ચાર રસ્તા અને તુલસીધામ ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન યોજાયા હતા. આ દરમ્યાન પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરનાર કેટલાક કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, ઇંધણના ભાવ વધતા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના બજેટ ખોરવાયુ છે. તેમાંય ખાસ કરીને ે રોજ કમાઇને રોજ ખાતા લોકોની હાલત કફોડી બની છે. અન્ય દેશની પરિસ્થિતિને બાદ કરતા દેશમાં મોંઘવારી અને બેરોજગારીનું સ્તર ચિંતાજનક બન્યું છે તે વાતને નકારી શકાય તેમ નથી.આજે શહેર કોગ્રસ દ્વારા મોઘવારીના વિરોધમાં શહેરની પાચ વિધાનસભા મત વિસ્તારમાં યોજેલા કાર્યક્રમસ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાયા હતા. કોગ્રસ દ્વારા આયોજિત કાર્યક્રમોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.