ગુજરાતના 240 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, રાજકોટના લોધિકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઈંચ વરસાદ
26, જુલાઈ 2021

ગાંધીનગર-

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે 26 જુલાઇના સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લાં 24 કલાક દરમિયાન રાજકોટના લોધિકા તાલુકામાં 198 મી.મી. છોટાઉદેપુર તાલુકામાં 190 મી.મી., કવાંટ તાલુકામાં 182 મી.મી., બેચરાજી તાલુકામાં 160 મી.મી., કાલાવાડ અને તિલકવાડા તાલુકામાં 147 મી.મી. એટલે કે 6 ઈંચથી 8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ગુજરાતના બોટાદ, કપરાડા, માણાવદર, કુતિયાણા, શંખેશ્વર, ગઢડા, જોટાણ, વિજાપુર, વંથલી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, કરજણ, મહેસાણા, પ્રાતિજ, રાજકોટ, સૂત્રાપાડા, ડભોઈ અને ફતેપુરા સહિત 19 તાલુકામાં 4થી 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે 60 તાલુકાઓ એવા છે, જ્યાં 2થી 4 ઈંચ અને 75 તાલુકામાં એકથી 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ 80 તાલુકાઓમાં એક ઈંચથી ઓછો એટલે કે 24 મી.મી.થી એક મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી વિગત મુજબ આજે 26 જુલાઇના બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 153 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ તાપીના ડોલવણ તાલુકામાં 78 મી.મી. એટલે કે ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution